• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Two Buses And A Truck Rammed Into Each Other When The Truck Driver Braked Near Lunawada Cottage Intersection, Fortunately A Major Accident Was Averted.

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા:લુણાવાડા કોટેજ ચોકડી પાસે ટ્રક ચાલકે બ્રેક મારતાં બે બસો અને ટ્રક એકબીજા સાથે ભટકાઈ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના કોટેજ ચોકડી પાસે આજે સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક પાછળ બે એસ.ટી બસ ભટકાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકની આગળ એક વાહન રોડ કોર્સ કરતા રિવેસ માર્યું હતું. જેથી ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવી જેના કારણે પાછળથી આવી રહેલ બે બસો એકબીજા પાછળ ફાટકાઈ હતી. જોકો સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ એક મોટી દુર્ઘટના ટળી છે.

બસ ટ્રક પાછળ અને બીજી બસ આગળની બસ પાછળ ભટકાઈ
લુણાવાડા ડેપોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર લુણાવાડા ડેપોની બે અલગ અલગ રૂટની બસો સંતરામપુર ગાંધીનગર અને મૂનપુર લુણાવાડા બંને લોકલ રૂટની બસો સંતરામપુર રોડ તરફથી આવી રહી હતી. જે દરમિયાન લુણાવાડાના કોટજ ચોકડી પાસે કોઈક વાહન રોડ ક્રોસ કરતા રિવેસ મારતા ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવી હતી. જે દરમિયાન પાછળથી આવતી બંને બસો ભટકાઈ હતી. જેમાં પ્રથમ બસ ટ્રક પાછળ અને બીજી બસ આગળની બસ પાછળ ભટકાઈ હતી. જેથી બસના કાંચ તૂટી ગયા હતા. જોકો બનાવમાં સદનસીબે કોઈ જાન હાનિના સમાચાર મળ્યા નથી પરંતુ અચનાક ભટકાતા બસમાં બેઠેલ મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. સમગ્ર બનાવ બનતા થોડીવાર માટે વાઇવે માર્ગ પર ટ્રાફિકજામ પણ થયું હતું. સમગ્ર મામલે એસ.ટી.વિભાગે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...