લુણાવાડા તાલુકાના ગોજારી ગામની સીમમાં મહીસાગર નદી કિનારેથી થોડા દિવસ અગાઉ પિયત માટે લગાવેલ ઇલેક્ટ્રિક મોટરની ચોરી થઈ હતી. જેની ફરિયાદી દ્વારા કોઠંબા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવવામાં આવી હતી. ત્યાર બાદ કોઠંબા પોલીસ દ્વારા ગુનાને ઉકેલવા માટે બાતમીદારોની મદદ લઇ લઈ તાપસ હાથ ધરી હતી. જેમાં પોલીસને માહિતી મળી કે ગોજારી ગામની સીમમાંથી જે પિયતની મોટર ચોરાઈ હતી.
પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યાં
મોટરને છકડામાં લઈને બે ઈસમો જુના રાબડીયાથી બાલાસિનોર જવાના છે તેવી બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને ઇસમોને ચોરાયેલ ઇલેક્ટ્રીક પિયત મોટર સાથે ઝડપી પાડ્યા હતા જ્યાં પોલીસે બંનેની પૂછપરછ કરતા બાલાસિનોરનો આમીર ખનુભાઈ મુલતાની અને બીજો લુણાવાડા તાલુકાના થાણાં સાવલી ગામનો સોમા નાનાભાઈ સોલંકી એમ બંનેએ પોતાના નામ જણાવ્યા હતા. પોલીસે બંનેને કોઠંબા પોલીસ સ્ટેશન લઈ જઈ સગન પૂછપરછ કરતા બંને ઈસમોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ આમીર મુલતાની અને નાના સોલંકીની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.