આજે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ:લુણાવાડામાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પી; નવેમ્બરના ત્રીજા રવિવારને વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ તરીકે મનાવાય છે

મહિસાગર (લુણાવાડા)10 દિવસ પહેલા

દર વર્ષે નવેમ્બર માસના ત્રીજા રવિવારને વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ તરીકે માનવવામાં આવે છે. આજના દિવસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. તેમજ આજના દિવસે માર્ગ અકસ્માતોને લઈ તેને અટકાવવા હેતુસર જન-જાગૃતિ ફેલાવવા માટે વિશ્વમાં નવેમ્બરના ત્રીજા રવિવારે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ નવેમ્બર માસના ત્રીજા રવિવાર એટલે કે આજે 20 નવેમ્બરના રોજ વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ માનવામાં આવ્યો હતો.

નવેમ્બર માસના ત્રીજા રવિવારે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આજે નવેમ્બર માસનો ત્રીજો રવિવાર હોવાથી આજે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ માનવામાં આવ્યો હતો. જેમાં લુણાવાડ ખાતેના એસ.ટી વર્ક શોપ ખાતે મહીસાગર ARTO કચેરીના RTO ઇન્સપેક્ટર ડી.બી. ધ્રાંગીયા, એન.કે.પટેલ, એમ એમ પટેલ થતા RTO સ્ટાફ જિલ્લા,મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ એસ.ટી વિભાગના કર્મીઓ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના કર્મીઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ માર્ગ અકસ્માત અટકે તે હેતુસર માર્ગ સલામતી વિશેની માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત અધિકારી અને કર્મીઓ દ્વારા માર્ગ સલામતી માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...