ભાસ્કર વિશેષ:14 દિવસ બાદ પણ આદિવાસી આંદોલનની અવગણના

દિવડાકોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્યાય દૂર ન થતાં દિવડા કોલોનીમાં વિશાળ મહા સંમેલન યોજાયું

કડાણા અને સંતરામપુર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા જાતિનાં પ્રમાણપત્રોમાં કાયમી ઉકેલ આવે અને વિષ્લેશન સમિતિમાં થતાં અન્યાય દુર થાય અને સરકારી ભરતીમાં વિવિધ ખાતાઓમાં પસંદગી પામેલ ઉમેદવારો ને નિમણુકના ઓર્ડર અપાય તેની માંગ સાથે તા.17.10.22થી અચોક્કસ મુદતના ધરણાં ઉપર આદિવાસી સમાજ ઉતરેલ છે.

તેમ છતાં પણ આ પ્રશ્નનો આજદિન સુધી કોઈ નિરાકરણ કે ઉકેલ નહીં આવતાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવાં મળ્યો હતો. જયારે ભુતકાળમાં સંતરામપુર- કડાણા તાલુકામાં ગ્રામ પંચાયત - જીલ્લા તેમજ તાલુકા પંચાયતની ચુંટણીમાં તંત્ર દ્વારા એકમાત્ર ચુંટણી કામ માટે દાખલાઓ આદિવાસી લોકોને આપ્યા હોવાની ચર્ચાય રહ્યું હતું.

ત્યારે આવા દાખલા શું એક કામ પુરતા આપી શકાય તે પણ એક સાળગતો સવાલ દાખલા મુદ્દે ઉઠવા પામ્યો છે જયારે આ દાખલા ભુતકાળમાં 73 એ.એની એન્ટ્રી પડેલ હોય તેવા લોકોને મળતા હતાં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ આદિવાસીના દાખલાઓ જેની રેવન્યુ રેકર્ડમાં 1961ની 73 a.ની નોધ પડેલ હોય તેને જ આપતાં હોઈ આદિવાસી સમાજમાં તેનાં ઘેરા પ્રત્યાઘાત પડેલ જોવા મળે છે.

આ તેઓની માંગના તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કે આ વિસ્તારના ધારાસભ્ય. સંસદસભ્ય દ્વારા આદિવાસી સમાજની લાગણીમાં સુર નહીં ઉમેરી ધરણાં ઉપર 14 દિવસથી બેસેલ આદિવાસી લોકોની મુલાકાત નહીં લેતાં રોષ જોવાં મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આંદોલન હવે વધુ ઉગ્ર બને તેવાં એંધાણ હાલ જોવાં મળે છે ને એક ટુકડી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરે અને આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીના પગલાં આદિવાસી સમાજ લઇ શકે તેવા સમીકરણ હાલ વર્તાય રહ્યા છે.

14 દિવસ વિત્યા બાદ દિવડાકોલોની ખાતે મેદાનમાં આદિવાસી સમાજ દ્વારા આંદોલનના ભાગરૂપે વિશાળ મહાસંમેલન મળેલ હતું. આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો તેમજ બાળકો સાથે મહિલાઓ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...