ઉત્તરાયણનો પર્વ છે તેવામાં પતંગની દોરથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે તે પક્ષીઓની સારવાર માટે મહીસાગર જિલ્લા પશુપાલન વિભાગ અને વન વિભાગ સજ્જ થયું છે. જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત દરેક 6 તાલુકા ખાતે એક એક પશુ દવાખાનું અને 1 મોબાઈલ વેટેનરી ડિસ્પેન્સરી વાન તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લા કક્ષાએ 1 સ્પેશિયલ કરુણા એમ્બ્યુલન્સ વાન 1962 દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવા આવશે. તેમજ આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન કાર્યરત રહશે.
ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે વન વિભાગ સજ્જ
મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા પતંગોત્સવ દરમિયાન ઘાયલ તથા પક્ષીઓ માટે જિલ્લાના કુલ 6 તાલુકામાં 15 રેસ્ક્યુ માટે આફ્ટર ટ્રીટમેન્ટ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
ઘાયલ પક્ષીઓની સારવાર માટે NGO મદદ કરશે
આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરવા માટે NGOના સભ્યો પણ મદદે આવ્યા છે. મહીસાગર વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન NGO તેમજ અન્ય NGOના 30 જેટલા સભ્યો સાથે રેસ્ક્યુ કરીને પક્ષીઓની સારવાર કરવામાં આવશે. આ રીતે મહીસાગર પશુપાલન વિભાગ અને જિલ્લા વન વિભાગના સયુંકત ઉપક્રમે NGO મહીસાગર વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન તેમજ અન્ય NGOના સહયોગથી ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે.
જિલ્લામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. પતંગોત્સવ દરમિયાન દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા મહીસાગર કરૂણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્ર નંબર, માહિતી બ્યુરો મહિસાગર, પતંગોત્સવ દરમિયાન દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા વન વિભાગના પ્રયત્નો દ્વારા ચલાવવામાં આવતા કરૂણા અભિયાન અતંર્ગત નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો.
લુણાવાડા :- ૫શુદવાખાનું કંન્ટ્રોલ રૂમ નં.- ૧) ડૉ.એચ.એન જોષી – ૯૪ર૯૪૦૭૫૩૫,૯૭૧ર૪૩૫૦૫૬
સંતરામપુર:- ૫શુદવાખાનું કંન્ટ્રોલ રૂમ નં.- ૧) ડૉ.એ.એસ.દેવડા – ૯૬૧ર૬૩૮રર૫
સંતરામપુર:- ૫શુદવાખાનું કંન્ટ્રોલ રૂમ નં.- ૧) ડૉ.એ.એસ.દેવડા – ૯૬૧ર૬૩૮રર૫
બાલાસિનોર:-૫શુદવાખાનું કંન્ટ્રોલ રૂમ નં.- ૧) ડૉ.કે.જે.ચૌહાણ – ૯૦૧૬૧૭૬ર૦૦
કડાણા:-૫શુદવાખાનું કંન્ટ્રોલ રૂમ નં.- ૧) ડો.એ.એસ.દેવડા – ૯૭૧ર૬૩૮રર૫
કડાણા:-૫શુદવાખાનું કંન્ટ્રોલ રૂમ નં.- ૧) ડૉ.એ.એલ.ખાંટ – ૯૬૮૭૮૯૩૦૯પ
ખાનપુર:-૫શુદવાખાનું કંન્ટ્રોલ રૂમ નં.- ૧) ડૉ.આર.એ.સુરાની – ૭૩૫૯૯૩૦૮૫૭
વિરપુર:-૫શુદવાખાનું કંન્ટ્રોલ રૂમ નં.- ૧) ડૉ.કે.જે.ચૌહાણ – ૯૦૧૬૧૭૬ર૦૦
કરૂણા એમ્બ્યુલન્સ નં.1962, ગુજરાત રાજ્ય હેલ્પલાઇન નં. 1926 તથા વન્યજીવ હેલ્પલાઇન નં. 8320002000
ચાઇનિઝ/સિન્થેટીક/નાયલોન માંઝા, ચાઇનીઝ તુક્કલ / લેન્ટર્નનો સગ્રહ, ખરીદી, વેચાણ વગેરે ગુનો બને છે. પોલિસ હેલ્પલાઇન 112નો ઉ૫યોગ કરવો. તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન કાર્યરત રહશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.