મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતા વધુ ત્રણ આરોપીઓને બે દારૂ ભરેલ કાર સાથે ઝડપી પાડ્યા છે. મહીસાગર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને બાતમી મળી હતી. તે મુજબ રાજસ્થાન આનંદપુરી તરફથી અલગ અલગ બે કારમાં વિદેશી દારૂ ભરીને સંતરામપુર તાલુકામાં આવેલા ચેક પોસ્ટ તરફ આવનાર છે. જે બાતમી આધારે LCB દ્વારા વોચ ગોઠવી બંને વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડીને રૂપિયા 1,12,761ના દારૂના જથ્થાને ઝડપી પાડી બંને કાર માંથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ 4,28,961નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને બાતમી મળી હતી. કે રાજસ્થાન આનંદપુરી તરફથી ગુજરાત રાજ્ય તરફની સંતરામપુર તાલુકામાં આવેલી ભમરી ચેક પોસ્ટ તરફ મારુતિ SX4 અને ટાટા ઈન્ડિગો કારમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ ભરીને આવનાર છે. જે બાતમી આધારે PI આર.ડી. ભરવાડ, PSI કે.સી. સીસોદીયા LCB સ્ટાફના વિનોદકુમાર, વિરેન્દ્રસિંહ તેમજ કૃષ્ણકુમાર, માધવસિંહ સહિતના સ્ટાફના માણસો ભમરી ચેક પોસ્ટ નજીકમાં સરકારી તેમજ ખાનગી વાહનમાં વોચમાં ઉભા હતા. દરમિયાન આ બંને કાર ત્યાં આવતા તેને રોકીને ઝડપી પાડી સંતરામપુર પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા બંને ગાડીમાં ચોર ખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ માર્કની બોટલો મળી આવી હતી.
મારુતિ SX4 કારમાંથી અલગ અલગ માર્કાની 128 નંગ બોટલ જેની કિંમત 73,902નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેમાં આરોપી શક્તિસિંગ જગમાલસિંગ શકતાવત, રહેવાસી ગડા, સલુંબર, ઉદયપુર રાજસ્થાન અને બીજો આરોપી પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર જીતેન્દ્રસિંહ શંભુસિંહ સીસોદીયા રહેવાસી કળિયાણા ગામ ઉચીમંગરી તેમજ આરોપી પાસેથી મુદ્દામાલમાં દારૂની ફેરાફેરીમાં ઉપયોગમાં લીધેલા કાર જેની કિંમત 1,50,000 રૂપિયા તથા રોકડ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,29,902ના મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપીની અટકાયત કરી સંતરામપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો અન્ય એક આરોપીને પકડવાનો બાકી છે.
ટાટા ઈન્ડિગો કારમાંથી અલગ અલગ માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો તથા પાઉચ મળી કુલ 163 નંગ મળી આવ્યા હતા. જેની કુલ કિંમત 38,858 રૂપિયાનો જથ્થો ઝડપી પાડી આરોપી નિર્ભયસિંહ ભવાનીસિંહ રાજપૂત, રહેવાસી બસ્સી સામચોટ સબુંબર ઉદયપુર રાજસ્થાન, બીજો આરોપી ચંદનસિંહ ભવરસિંહ રાજપૂત રહેવાસી ડાલ સબુંબર ઉદયપુર રાજસ્થાન તથા ત્રીજો પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર જીતેન્દ્રસિંહ શંભુસિંહ સીસોદીયા રહેવાસી કલીયાણા ગામ ઉચીમંગરી તેમજ આરોપીઓ પાસેથી મુદ્દામાલમાં દારૂ તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલી કાર જેની કિંમત 1,50,000 રૂપિયા આરોપીઓ પાસેથી રોકડ મોબાઈલ મળી કુલ 1,99,059નો મુદ્દામાલ જપ્ત કરી સંતરામપુર પોલીસ મથકે બે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ એક આરોપી પકડવાનો બાકી છે. આમ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત રાજસ્થાન રાજ્યની બોર્ડર પાસેની સંતરામપુર તાલુકાની ભમરી ચેક પોસ્ટ પરથી અલગ અલગ બે કારમાંથી પરપ્રાંતીય દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.