વિરોધ:પટેલીયા સમાજને દાખલા ન મળતાં સમાજની 2 દીકરીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લુણાવાડા-ખાનપુરના પટેલીયા સમાજ ને 1960 થી 2014 સુધી દાખલા મળતા હતા : અચાનક બંધ થઈ જતાં લડી લેવાના મૂડમાં

લુણાવાડા અને ખાનપુર તાલુકાનાં 62 ગામના પટેલીયા સમાજ દ્વારા તા.20 મે ના રોજ ધારણા અંગેની મંજૂરી માંગી હતી. જેમાં ચીમકી ઉચ્ચારી હતી કે સમાજના બાળકોને યોગ્ય જવાબ તેમજ ન્યાય ન મળે તો સમાજના બાળકો સહીત તમામ વ્યક્તિઓ દ્વારા ધારણા, ભૂખ હડતાળ, આત્મા વિલોપન જેવા કાર્યક્રમો કરવા અંગેની લેખિત રજૂઆત કલેકટર કચેરી ખાતે કરી હતી. ધરણાની મંજૂરી ન મળતા ધરણા કાર્યક્રમમાં મંજૂરી માંગતા પહેલા મુદત વધારી દેવાય છે. જેથી અમારો ગરીબ પરિવાર કરે તો શું કરે તે માટે અમારા સમાજની દીકરી અને દીકરો થાકી ગયા છે. જેથી પટેલીયા નીમાબેન અને પટેલીયા જ્યોત્સનાબેન દ્વારા ગાંધીનગર ખાતે તેમજ કલેકટર કચેરી ખાતે લેખિતમાં સહી કરીને આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જે માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ દ્વારા બે બાળકીના વાલીને સમજા વ્યા હતા. પણ બને દીકરી દ્વારા સ્પષ્ટ પણે કહી દીધું કે અમને જાતિના દાખલા મળતા નથી.

અમારો ગરીબ પરિવાર આટલી મોઘવારી માં પૈસા ક્યાંથી લાવે અને કેવી રીતે અમને ભણાવે તમામ પુરાવા અમારા વાલીઓ આપવા છતા પણ કોઈ સંતોષકારક જવાબ કે પરિણામ મળતું નથી. તેમજ સરકાર દ્વારા અમારા પરિવાર ને ચૂંટણી સમયે આદિવાસી ગણે છે. અમે તેમના પુત્રો-પુત્રી હોવા છતા અમને દાખલા માટે ધક્કા ખવડાવે અન્ય લાભો પણ મળતા નથી. જેથી અમારે જીવીને શું કરવું જેથી અમે કોઈપણ સમયે જિલ્લા કલેકટર કચેરી જઈને આત્મવિલોપન કરીશું તે માટે સત્તા પર બેઠેલા તમામ અધિકારીઓની જવાબદારી રહેશે તેવી બંને દીકરીઓએ ચીમકી ઉચ્ચારી હતી. જેમાં સમાજના મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને સૂત્રોચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...