નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન:હજારોની સંખ્યામાં લુણાવાડા ખાતે સરકારી કર્મચારીઓએ રેલી યોજી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા કલેકટરને આવેદન પાઠવ્યું

મહિસાગર (લુણાવાડા)25 દિવસ પહેલા

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરના બાવન પાટીદાર સમાજ ઘર ખાતે હજારોની સંખ્યામાં જિલ્લાના અલગ અલગ વિભાગના કર્મચારીઓ આજે એકત્રિત થયા હતા. જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી સુધી હાથમાં બેનર રાખી ઉગ્ર સુત્રોચાર સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજી મહીસાગર જિલ્લા કલેકટર ડો.મનીષકુમારને આવેદન પત્ર પાઠવ્યું હતું. કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવેતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

કર્મચારીઓની વિવિધ માંગો

 • જૂની પેન્સન યોજના પુનઃ ચાલુ કરવી.
 • ફિક્સ પગાર પ્રથા બાબતે સરકારે નામદાર સુપ્રીમ કોર્ટ માં દાખલ કરેલ SPL14124-14125/2012પીટીશન પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા મૂળ અસરથી બંધ કરી નામદાર ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા મુજબ મૂળ નિમણૂકથી તમામ લાભ આપવામાં આવે.
 • સાતમા પગાર પંચના બાકી ભથ્થા તા- 01/01/2016ની અસરથી લાગુ કરવામાં આવે.
 • રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણવી.
 • શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક 10,20,30,વર્ષે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પગાર મર્યાદા સિવાય આપવો.
 • રૂ. 10 લાખની મર્યાદામાં કેશલેસ મેડિક્લેમ ની મર્યાદા આપવી.
 • વય નિવૃત્તિ 58 વર્ષ થી વધારી ભરત સરકારના કર્મચારીઓ માફક 60 વર્ષ કરવી.
 • 30 મી જૂને વી નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇજાફા સહિત પેન્શનનો લાભ આપવો.
 • ચાલુ ફરજ દરમ્યાન અવસનના કિસ્સામાં વારસદારને અપાતી ઉચ્ચક નાણાંકીય સહાયને બદલે અગાઉની જેમજ ત્રણ મહિનામાં પૂરા પગારમાં રહેમરાહે નિકરી આપવી.
 • 45 વર્ષની વયમર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા.
 • પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60%એ મૂકતીની જોગવાઈ દૂર કરી પાસ થવાના 50% ટકા માર્ક્સના ધોરણને બદલે40% કરવામાં આવે અને ખાતાકીય પરીક્ષાના પાંચ વિષયોના સ્થાને ત્રણ વિષયો રાખવામાં આવે અને અંગ્રેજી વિષયનું પેપર રદ કરી ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે.
 • પંચાયત,નિગમ-બોર્ડ, નગર પાલિકા, મહાનગર પાલિકા, ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ તથા વાંક ચાર્જ / રોજમદાર કર્મચારીઓને સાતમા પગારના તફવત સહિતના લાભ આપવા અને રાજ્ય સરકારના કર્મચારી ગણવા.
 • વર્ગ-3 અને વર્ગ-4માં આઉટ સોર્સિંગ પ્રથામાં થતું શોષણ દૂર કરી નિયમિત ભરતી કરવી અને અનુભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા.
 • કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમયુટેડ પેન્શનના વ્યાજનાદરમાં તથા મુદતમાં ઘટાડો કરવો.
 • બદલી પાત્ર કર્મચારીઓને સબંધિત જીલ્લામાં તથા બિનબદલીપાત્ર સચિવાલય સહિતના કર્મચારીઓને ગાંધીનગરમાં રાહતદરના પ્લોટની ફળવણી કરવી.

અન્ય પ્રશ્નો.
આમ ઉપરોક્ત કર્મચારીઓના પડતર પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ લાવવા માટે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્માચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની માંગણી સાથે જિલ્લાના કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્ય મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાંના તમામ પ્રશ્નોને ધ્યાને લઈ આપની કક્ષાએથી હકારાત્મક કાર્યવાહી કરવા તથા સરકારમાં આગળ રજૂઆત કરવા અમો અપેક્ષાસહ અરજ કરીએ છીએ તેવું આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...