સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીના સાથી અને જનસંઘના સ્થાપક સભ્ય પ્રથમ લોકસભાના સંસદસભ્ય સ્વ. ઉમાશંકર મૂળજી ત્રિવેદીના સ્મરણ સ્વરૂપે તેમના વતન લુણાવાડામાં તેમના નામે નગરપાલિકા દ્વારા આજરોજ માંડવી બજારથી આંબેડકર ચોક સુધીના માર્ગનું બેરિસ્ટર ઉમાશંકર ત્રિવેદી માર્ગ નામકરણ કરવામાં આવ્યું. જાણીતા સાહિત્યકાર પદ્મ ડૉ.પ્રવીણ દરજીના અધ્યક્ષસ્થાને ડૉ. કમલેશ ઉપાધ્યાય અને પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવકની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત આ કાર્યક્રમમાં મહાપુરુષ ઉમાશંકર બેરિસ્ટરના જીવનના અનેક મહાન કાર્યોનું સ્મરણ કરવામાં આવ્યું અને આજની પેઢીને તેમાંથી પ્રેરણા લેવા અનુરોધ કરવામાં આવ્યો.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગની તકતીનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમમાં નર્મદાશંકર તરવાડી લિખિત પુસ્તક પંચામૃતનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, પાલિકા સભ્યો, સામાજિક અગ્રણીઓ, સ્વ. ઉમાશંકર બેરિસ્ટરના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.