લુણાવાડા બેઠક પર ભાજપને બાયબાય કરીને પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ જે.પી. પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોધાવી હતી. ભાજપમાં વર્ષો સુધી કામ કરેલ હોવાથી અને ભાજપ કાર્યકરો સાથે ધનિષ્ટ સંબધ હોવાથી જે.પી.પટેલે અપક્ષ ઉમેદવારી નોધાવતાં ભાજપના કાર્યકરોની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત બની છે.
ત્યારે જે.પી.પટેલ સાથે તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અજય દરજીનો ફોટો સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતાં. અજય દરજી પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડના અંગત હોવાથી લોકો અજય દરજીને સાંસદનો પીઅે માનતા હોવાથી વાયરલ ફોટામાં સાંસદના પીએ અપક્ષ ઉમેદવાર સાથે હોવાની ચર્ચાઓ થવા લાગતાં અજય દરજીઅે પોતે સાંસદનો પીએ ન હોવાનું જણાવ્યુ હતું.
મને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ ફોટો જ્યારે ઓફીસ બનાવી ત્યારનો જૂનો છે અને હું MP સાહેબનો પીએ નથી માત્ર બીજેપીનો કાર્યકર છું. અને બીજેપીના ટેકામાં છું પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા મને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે : અજય દરજી, શાસક પક્ષના નેતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.