હાલાકી:લુણાવાડાના વૉર્ડ 3- 4 ના લોકોનો પાણી મુદ્દે હોબાળો

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની બૂમો પડતા પાલિકા પર સવાલ ઉઠ્યા
  • છેલ્લાં ચાર વર્ષથી રહીશો પરેશાન છે

લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નં. 3 અને 4 ના રહીશોને ભર શિયાળામાં પાણી ન મળતાં નગરપાલિકા પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો. લુણાવાડાને પાણી પુરુ પાડતો પાનમ નદીનો ચેક ડેમ પાણીથી ભરેલો છે છતા લોકોને પાણી ન મળતાં નગરજનો આક્રોશ જોવા મળ્યો. લુણાવાડા નગરપાલિકાના વિસ્તારના મહિલાઓ અને પુરુષોએ ચીફ ઓફિસરની કેબીનમાં હોબાળો મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી.

છેલ્લા ચાર વર્ષથી તેઓ પાણીની સમસ્યાથી પરેશાન હોવાનું રહીશોએ જણાવ્યું હતું. ભર શિયાળામાં પાણી નહીં મળતા નગરપાલિકાના પદાધિકારીઓની કામગીરીઓ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આગામી સમયામં ચૂંટણી આવી રહી છે. ત્યારે વૉર્ડ 3 અને 4માં ચૂંટણીમાં પાણીનો મુખ્ય મુદ્દો બનશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...