સર્ચ ઓપરેશન:મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

મહિસાગર (લુણાવાડા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી એક્ટ કલમના ગુહનાનો નાસતો ફરતો આરોપી હતો. જેને મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટિમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે ટિમ બનાવી તાપસ હાથ ધરી હતી
મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈસ્પેક્ટર વી.ડી ધોરડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો દ્વારા ટિમ બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન બાતમી આધારે નાસતો ફરતો આરોપી પર્વત રામાભાઈ ડામોર રહેવાસી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ભુરિયા મુવાડા ડિટવાસ ગામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ આગળની કાર્યવાહી કરવા માટે સદર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે બાકોર પોલીસ સ્ટેશને સોંપી દીધો હતો અને બાકોર પોલીસે આગળની કાર્ય વાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...