• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • The Mahisagar District Coordination Committee Meeting Was Held At The Collector's Office Under The Chairmanship Of Collector Bhavin Pandya, Reviewed The Performance Of Various Departments.

સંકલન બેઠક:મહીસાગર જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ, વિવિધ વિભાગની કામગીરી અંગ સમીક્ષા કરી

મહિસાગર (લુણાવાડા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક ખાતેની કલેકટર કચેરીના સભાખંડમાં મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ 1 અને 2 ની બેઠક જિલ્લા કલેક્ટર ભાવીન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં કલેક્ટરએ જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી. આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્રની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા.

જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલાં પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, ડીઆરડીએ ડાયરેક્ટર, પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...