• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • The Collector Was Surprised When The Primary School Daughter Said That She Wanted To Become An IAS, Said We Came To Know When We Came To College.

'કોફી વિથ કલેક્ટર':પ્રાથમિક શાળાની દીકરીએ IAS બનવું છે તેમ કહેતા જ કલેક્ટર અચંબિત થયા, કહ્યું-અમને તો કોલેજમાં આવ્યા ત્યારે ખબર પડી

મહિસાગર (લુણાવાડા)9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુણાવાડામાં કલેક્ટર ડૉ. મનીષકુમારે કહ્યું- અત્યારના બાળકો સ્કુલ લેવલથી જ IAS બનવાનું વિચારે છે.
  • બાળાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનીત કરાઈ
  • બાળકીઓએ કલેક્ટર સાથે સંવાદ કર્યો
  • લુણાવાડામાં 'નારી વંદન ઉત્સવ' નિમિતે બેટી બચાઓ-બેટી પઢાઓ દિવસની ઉજવણી

સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી નારીઓના કાર્યોને, તેમની નિષ્ઠા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવવા રાજ્ય સરકારે નારી વંદન ઉત્સવનો પ્રારંભ કર્યો છે. તે અંતર્ગત બીજા દિવસે નારી વંદના ઉત્સવ નિમિતે 'બેટી બચાઓ બેટી પઢાઓ' દિવસની ઉજવણી અન્વયે કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી ખાતે આયોજિત 'કોફી વિથ કલેક્ટર' અને જિલ્લા વિકાસ અધિકારી કાર્યક્રમમાં રમત-ગમત ક્ષેત્રે આગળ પડતી મહિલા રમતવીરોનું અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓને પોત્સાહિત કરી દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાની બાળાઓને કે જેમને લગ્નગીત, ટેકવેન્ડો 54 ક્રિગા, નિબંધ સ્પર્ધા, લાંબી કુદ, વકૃતવ સ્પર્ધા, ચિત્રકલા, ગોળા ફેક, ઇકો ફ્રેન્ડલી એર કુલર, એસ.એસ.સી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ સ્થાન, સમૂહ ગીત, ગઝલ શાયરી અને કાવ્ય લેખન જેવી વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

બાળકીએ કલક્ટરને IAS બનવાના સપના વિશે સંવાદ કર્યો
આ સંવાદ કાર્યક્રમમાં જે એન્ડ જે પ્રાથમિક શાળા સંતરામપુરમાં અભ્યાસ કરતી હેલી પટેલે કલેકટર સાથે સંવાદ કરતા જણાવ્યું કે, મારે ભવિષ્યમાં IAS બનવું છે, તો તે માટેની તૈયારી કેવી રીતે કરવી. ત્યારે અચંબિચ થઈને કલેક્ટરે જણાવ્યું કે, હું જ્યારે કોલેજમાં હતો ત્યારે IAS વિશે સાંભળ્યું હતું. તમે તો હજુ સ્કૂલમાં છો અને તમે IAS બનવાનું નક્કી કરી લીધું તે ખુબ જ સારી વાત છે, પણ અત્યારે તમે તમારા સ્કૂલમાં જ ધ્યાન આપો અને પ્રાથમિક શિક્ષણનો પાયો મજબુત કરો. અત્યારથી જ તૈયારી કરવાની જરૂર નથી. કોલેજમાં આવ્યા બાદ તૈયારી ચાલુ કરવી જોઈએ અને અત્યારે તમે સ્કૂલની દરેક એક્ટિવિટીમાં ભાગ લઇ અને સ્કૂલના અભ્યાસક્રમમાં ધ્યાન આપવા માટેની હિમાયત કરી હતી.

સક્સેસફૂલ પેઈન્ટર બનવું હોઈ તો શુ કરવું?
જિલ્લા વિકાસ અધિકારી સાથે સંવાદ કરતા પાયલબેન પારગી જણાવ્યું કે, તેઓને એક સક્સેસફૂલ પેઈન્ટર બનવું હોઈ તો શુ કરવું જોઈએ. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી કે.ડી લાખાણીએ જણાવ્યું કે, એક સારો પેઈન્ટર બનવું હોઈ તો તેની તૈયારી સ્કૂલ માંથી જ ચાલુ કરી દેવી જોઈએ અને તૈયારી કરવા માટે વધારોનો સમય ચિત્રકલા માટે ફાળવવો જોઈએ તેમજ ચિત્રકલા ક્ષેત્રે સારા માર્ગદર્શન માટે વડોદરા ખાતે વેકેશનમાં ત્યાં જઈને શીખી આ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...