• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • The Collector Sought Suggestions For A Suitable Place To Hoist The 30 Meter Tall National Flag In The Ocean; WhatsApp Number Also Revealed

રાષ્ટ્રધ્વજ લગાવવા માગી લોકોની પ્રતિક્રિયા:મહિસાગરમાં ઉંચો 30 મીટર લંબાઈનો રાષ્ટ્રધ્વજ લગાવવાની યોગ્ય જગ્યા માટે કલેક્ટરે સજેશન માંગ્યાં; વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો

મહિસાગર (લુણાવાડા)25 દિવસ પહેલા

મહીસાગર જિલ્લામાં દેશનો ઉંચો 30 મીટરનો ઝંડો લગાવવા માટે મહિસાગર જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર દ્વારા ટ્વિટર પર વીડિયો અપલોડ કરીને પોતાનો વોટ્સએપ નંબર જાહેર કરી લોકોને જગ્યા માટે સજેશન આપવા માટે જણાવ્યું હતું.

જિલ્લામાં કઈ જગ્યાએ ઝંડો લાગવો જોઈએ તે અંગે સજેશન માગ્યા
​​​​​​​ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમારે જણાવ્યું હતું કે આપણા જિલ્લામાં શક્ય હોય તો જિલ્લા મુખ્ય મથક લુણાવાડા ખાતે એક દેશનો ઉંચો ઝંડો લાગવો જોઈએ. જેની લંબાઈ અંદાજીત 30 મીટર કરતા વધારે હોય તો જિલ્લા કલેક્ટર મનીષ કુમારે તમમાં જિલ્લાવાસીઓને વિનંતી કરી છે કે તમે મને જગ્યાનું સજેશન આપો કે આપડે લુણાવાડામાં કઈ જગ્યા પર ઝંડો લગાવી શકીએ. ઉપરાંત જો તમે ઇચ્છો છો તો લુણાવાડા સિવાય જિલ્લામાં બીજી કોઈ જગ્યાનું પણ સજેશન આપી શકો છો. તેમણે તે સંદર્ભે તેમનો વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જે 9522525325 આ નંબર પર કોઈપણ તેમને સજેશન આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...