આકરા તાપથી રાહત:અંગ દઝાડતી ગરમી વચ્ચે આજે વહેલી સાવરથી મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો; આકાશમાં વાદળો ઘેરાતા ગરમીથી રાહત

મહિસાગર (લુણાવાડા)9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સાવરથી જ વાતાવરણમાં પલટો સર્જાયો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત આસ પાસના વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં પલટો સર્જાયો છે. ધકધકતા તાપની વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જતાં અંગ દઝાડતી ગરમીથી લોકોને રાહત મળી છે. બીજી તરફ પવન પણ ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ગરમીથી આંશિક રાહત અનુભાઈ રહી છે. પરંતુ જો દિવસ દરમિયાન આવું વાતવરણ રહે તો ચોક્ક્સથી આજે ગરમીનો પારો ગગડી શકે છે.

જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અંગ દઝાડતી અસહ્ય ગરમી પડી રહી હતી અને લોકો ગરમીમાં પરેશાન થયા હતા. ત્યારે આજે લોકોને ગરમીથી આંશિક રાહત અનુભવાઇ છે. વાતાવરણમાં પલટા સાથે આકાશમાં વાદળો ઘેરાયા છે સાથે જ પવન પણ ફૂંકાય હતા જેથી ગરમીથી હાલ રાહત મળી છે. મહીસાગર જિલ્લામાં માર્ચ અને એપ્રિલ માસમાં સતત કમોસમી માવઠા થયા હતા. વરસાદના કારણે ખેતીમાં લોકોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતત વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદના લીધે આ વર્ષે સરેરાશ ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ મેં માસ શરૂ થતા જ દિન પ્રતિદિન ગરમીમાં વધારો થયો હતો અને તાપમાનનો પારો ઉંચકાયો હતો. 9 મેના રોજ મહીસાગર જિલ્લામાં ગરમીનો પારો 40 ડીગ્રી વટાવી ગયો હતો અને લોકો ગરમીના કારણે પરેશાન થયા હતા. જે બાદ સતત ગરમીનો પારો ઉંચકાયો હતો અને 43 ડીગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે ગરમીનો પારો ગગળીને મહત્તમ 39 ડીગ્રી અને લઘુત્તમ 28 ડીગ્રી સુધી જઈ શકે છે.