લોકોનો તંત્ર સામે મોરચો:મોતીખાંટના મુવાડામાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતાં આંદોલનની ચીમકી

વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂા.500નો ખર્ચ કરીને મંગાવવામાં આવતું પાણીનું ટેન્કર

મોતીખાંટના મુવાડા 100 ઘરની વસ્તી ધરાવતું આ ગામ છે. છેલ્લા એક માસથી પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ નહીં કરા વતા ગ્રામ પંચાયતને અનેક રજૂઆતો કરી હોવા છતાં લોકો ઘર વપરાશમાં જીવન જરૂરી પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. અને રોજના રુા.500નું મોઘું પાણી વેચાતું લઈને ગરીબ-મધ્યમ વર્ગના લોકો જીવન જીવવા મજબૂર બન્યા છે. સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા મામલતદાર કચેરીઅે લોકો સુત્રોચ્ચાર અને બેનરો સાથે પહોંચ્યા હતા. પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી હતી.

તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના તળ ઊંડા જતા પાણી વગર ખેડૂતોને ખેતી અને પશુપાલન મુશ્કેલ બનતાં શનીવારે પંથકના ખેડૂતોએ પાણીની માંગને લઇને જળ આંદોલન શરૂ કર્યું છે. અને જો સાત દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે કલેકટરને જણાવ્યુ હતુ કે પાણીની તંગી વર્તાઈ રહેતી હોય છે. જેમાં મોટા ભાગના કુવા અને બોરના પાણી ઊંડા ઉતરી ગયા છે. ખેડૂતો ખેતી તેમજ પીવાના પાણીને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળામાં બાજરી,ધાસચારો સહિતના પાકો પાણીની અછના લીધે મુરઝાઇ ગયા છે. ત્યારે કેનાલોમાં પાણી ના માળતા સરહદી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...