સમગ્ર રાજ્યમાં ટીડી વેકસીનેશન મહાઅભિયાન પ્રારંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત મહીસાગર જિલ્લામાં આ વેકસીનેશન અભિયાનની લુણાવાડાની શ્રી એસ કે હાઇસ્કુલ ખાતેથી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકની વિશેષ ઉપસ્થિતિમાં શરૂઆત કરાવી છે.
જેમાં મહીસાગર જિલ્લાના આરોગ્ય અને RBSK ટીમ દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ કુલ બે માસ દરમિયાન ચાલનાર આ અભિયાનમાં 10 વર્ષ અને 16 વર્ષની વય જુથના શાળાએ જતાં અને ન જતાં જિલ્લાના 32640 બાળકોને ટીટનેશ-ડીપથેરિયાનો બુસ્ટર ડોઝ આપી રક્ષિત કરવામાં આવનાર છે. ટીડી વેકસીનેશન કાર્યક્રમમાં ટીટનેશ-ડીપથેરિયાની રસી જે 10 વર્ષ અને 16 વર્ષની ઉંમરે મુકાય છે તે બંને એક સાથે આપવા આવે છે. આ કાર્યક્રમમાં લુણાવાડા પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કે કે પરમાર, આરોગ્ય વિભાગ આરબીએસકે ટીમ, શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
શું છે TD વેક્સિન?
TD વેકસીન એટલે ટીટનેશ-ડીપથેરિયા જે 10 થી 16 વર્ષના બાળકોને આપવામાં આવે છે , જે અત્યારે સમગ્ર રાજ્યમાં આપાઈ રહી છે. ચેપી રોગો સામે આ રસીથી રક્ષણ મળી શકે છે અને આ રસી ના લીધી હોય અને કેટલાક ચેપી રોગો લાગી જાય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે માટે સરકાર દ્વારા આ અભિયાન ચલાવી 10 થી 16 વર્ષના બાળકોને આ રસી આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.