લુણાવાડાની પી. એન. પંડ્યા આર્ટ્સ, એમ. પી પંડ્યા સાયન્સ અને ડી.પી પંડ્યા કોમર્સ કોલેજ ખાતે મહીસાગર જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે e-FIR માર્ગદર્શન શિબીરનું આયોજન કરવામાં આવ્યું. જે કાર્યક્રમ મહીસાગર ડી.વાય.એસ.પી. પી.એસ.વળવી, લુણાવાડા ટાઉન પી.આઈ. રાકેશભાઈ.ડી. ભરવાડ તેમજ લુણાવાડા કોલેજના આચાર્યશ્રી. પ્રોફેસર અલ્પેશ પંડ્યા , આર્ટસ વિભાગના ઇન્ચાર્જ પ્રોફેસર જે.પી.ચૌધરી સહિત સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો.
e-FIR શુ છે તે વિશે વિધાર્થીઓને માહિતી આપી
લુણાવાડા ડી.વાય.એસ.પી. પી.એસ.વળવી દ્વારા e-FIR નું સંપૂર્ણ માર્ગદર્શન પાવર પોઈન્ટ પ્રેજન્ટેશન દ્વારા આપવામાં આવ્યું. સાથે જ લુણાવાડા ટાઉન પી.આઈ. આર.ડી. ભરવાડ દ્વારા વિદ્યાર્થીઓને e-FIR એપ્લીકેશન ઈન્સટોલ કરવા અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.મહિપાલસિંહ ચંપાવત દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય. પ્રોફેસર અલ્પેશ પંડ્યાએ મહીસાગર જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.