• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Students In Mahisagar District Formed A Human Chain Of Votes To Create A Map Of India, Each Vote Conveyed The Message Of A Better India.

મતદાન જાગૃતી અભિયાન:મહીસાગર જિલ્લામાં વિદ્યાર્થીઓએ મત રૂપી માનવ સાંકળ બનાવી ભારતનો નકશો બનાવ્યો, એક એક મત થકી શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપ્યો

મહિસાગર (લુણાવાડા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત બી.આર.પટેલ હાઈસ્કુલ કોયડમ ખાતે મતદાર જાગૃતિ માનવ સાંકળ બનાવી. જેમાં સ્કુલના બાળકો એ માનવ સાંકળ અંતર્ગત ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો.

જેમાં મહત્તમ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ પ્રવૃતિને સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...