મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામપટેલના મુવાડા પાસેથી એસ.ઓ.જી.પોલીસને બાતમી આધારે લુણાવાડા તરફથી આવી રહેલી એક ઇકો કારમાં શંકાસ્પદ ઓઈલનો જથ્થો લઈને એક ઈસમ સંતરામપુર તરફ જતો હતો. જેવી બાતમી મળતા રામપટેલના મુવાડા હાઇવે રોડ પર પોલીસ વૉચ ગોઠવી ઉભી હતી. તે દરમિયાન આ ઇકો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકીને ઇકો ચાલકનું નામ પૂછ્યું હતું જ્યાં તેણે તેનું નામ કિરીટભાઈ બાબુભાઈ ડબગર, લુણાવાડાનો રહેવાસી અને હાલ ગોધરા રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઇકો કારમાં તાપસ કરતા બીલ વગરનું શંકાસ્પદ 124 નંગ ઓઈલના ડબ્બા મળી આવ્યા હતા. જેની અંદાજીત કિંમત 45,750 રૂપિયા તથા ઈસમ પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. જેની કિંમત અંદાજીત 1500 રૂપિયા તેમજ ઇકો કાર જેની કિંમત અંદાજીત 1,50,000 મળી કુલ 1,97,250 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરીને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.