આનંદ મેળાનું આયોજન:એસ.કે. હાઈસ્કૂલ ખાતે આનંદ મેળો યોજાયો; તમામ લોકોએ વિવિધ વાનગીના સ્ટોલ પર સ્વાદ માણી બાળકોને પ્રોત્સાહિત કર્યા

મહિસાગર (લુણાવાડા)15 દિવસ પહેલા

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી શ્રી લુણાવાડા કેળવણી મંડળની શ્રી એસ. કે. હાઈસ્કૂલ શાળા પરિવાર દ્વારા શાળાના મુખ્ય મકાનના કમ્પાઉન્ડમાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ ધોરણના શાળાના બાળકોએ દિલ્હી ચાટ, ચણા પુલાવ, લસ્સી, ઢોકળા, પોટેટો ચિપ્સ, ચા, મિલ્ક શેક જેવી ચટપટી વાનગીઓના સ્ટોલ બનાવી વેચાણ કર્યું હતું. બાળકોના વાલીઓ, શાળાના ટ્રસ્ટી, આચાર્ય શિક્ષકો, સહિત સ્ટાફે ચટપટી વાનગીઓનો સ્વાદ માણી બાળકોની વાનગીની રેસીપી કળાને વખાણી પ્રોત્સાહિત કર્યા હતા.

આ મેળામાં શાળા પરિવારે આગામી ઉત્તરાયણ પર્વે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહી કરી કરુણા અભિયાનમાં સહયોગી બનવા સંકલ્પ લીધો હતો. સાથે સાથે ચાઇનીઝ દોરી વેચાણ કે ઉપયોગના ગેરકાયદેસર કૃત્ય અટકાવવા મહીસાગર પોલીસને સહયોગ આપવા પણ પ્રતિજ્ઞા લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...