• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Santrampur Assembly MLA Dr. Kuber Dindor Has Been Given The Charge Of Minister Of Tribal Development, Primary, Secondary And Adult Education In The Cabinet.

બન્ને ટર્મમાં મંત્રી પદ મળ્યું:સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડૉ.કુબેર ડીંડોરને કેબિનેટમાં આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રીનું ખાતું સોંપાયું

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી સાથે સરકાર બનાવી છે. ત્યારે આજે શપથ વિધીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીની સાથે કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રી મંડળની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહીસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા બેઠક પરથી વિજય બનેલા ડૉ.કુબેર ડીંડોરને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને ગત મંત્રી મંડળમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો ગુજરાત સરકારના મંત્રી તરીકે પદ સાંભળ્યો હતો. ત્યારે આ વખતે પણ નવી મંત્રી મંડળની બોડીમાં તેમની કેબિનેટ મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં આદિજાતિ વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી બનાવવામાં આવ્યા છે અને શપથ ગ્રહણ કર્યા છે.

ડૉ.કુબેર મનસુખભાઇ ડીંડોર અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની છે. તેઓએ આર્ટસ ફેંકલ્ટીમાં એમ.એ, PHD સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતેની શેઠ.એચ.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમજ તેઓ RRS સાથે પણ સંકળાયેલા છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમને સંતરામપુર બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા હતા અને તેઓ 2017 માં ચૂંટણી જીતીને સંતરામપુર 123 વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2021માં ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રી મંડળમાં તેઓએ રાજયકક્ષાના મંત્રી પદે સ્થાન મળ્યું હતું. ત્યારે આ વખતે પણ તેઓને કેબિનેટ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. આમ કુબેરભાઈ બે ટર્મથી સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને બંને વખતે તેઓને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...