આગવી શૈલીમાં શિક્ષણ મંત્રીનો આદિવાસી નૃત્ય:સંતરામપુરના ધારાસભ્ય ડો.કુબેર ડીંડોરે હોળીના તહેવાર પર સ્થાનિક લોકોની શુભેચ્છા મુલાકાત લીધી

મહિસાગર (લુણાવાડા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય કક્ષાના નવા મંત્રી મંડળમાં શિક્ષણ વિભગની જેમને જવાબદારી સોંપવામાં આવી છે, તેવા સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર આજે પોતાના અનોખા અંદાજમાં માથે પાઘડી બાંધી 1 પરંપરાગત નૃત્ય (નાચ ગાન) કરતાં જોવા મળ્યા હતા. કડાણા તાલુકાના માળાબેલ ગામે રણછોડ સોમાંભાઈ ખાંટના ઘરે હોળીના પર્વને લઈ શુભેચ્છા મુલાકાત કરવા પોહચ્યા હતા. ત્યારે હોળીના તહેવાર નિમિતે ત્યાં સ્થાનિક લોકો દેશી ઢોલ નગારાના તાલે પરંપરાગત આદિવાસી નૃત્ય કરી રહ્યા હતા. ત્યારે કુબેર ડીંડોર પણ આ નૃત્યમાં જોડાયા હતા અને પોતાના અગવા અંદાજમાં આદિવાસી નૃત્ય કર્યું હતું. તેમને સાથે તેમના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા.

આદિવાસી નૃત્ય કરી પોતાની આગવી ઓળખ ધરાવતા શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર પોતાના વિધાનસભા વિસ્તાર કે જિલ્લામાં કે અન્ય જગ્યાએ જ્યારે પણ કોઈ સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં જતા હોય છે ત્યારે તેઓ પોતાના આગવા અંદાજમાં જોવા મળતા હોય છે. ઢોલના તાલે તેવો એનક વાર આદિવાસી નૃત્ય કરતા હોય છે. ત્યારે વધુ એક વાર તેઓ હોળીના પર્વ પર પરંપરાગત નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...