મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સાતકુંડા ગામે એન.એફ.એસ.એમ ન્યુટ્રી સીરીયલ યોજના અંતર્ગત ખેડૂતોને માહિતી આપતી શિબિર જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં અંદાજીત 60થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહીને શિબિરનો લાભ લીધો હતો.
આ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી અને નેનો યુરિયા ખાતર ડ્રોન ટેકનોલજીની યોજના, તેમજ વર્ષ 2023નું વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટયર જાહેર થયેલા હતા. જેના બાબતે બાજરી, રાગી, બન્ટી જેવા પાકો ની ખેતી કરવા માટે સાજીદ વ્હોરા, મદદનીશ ખેતી નિયામક, મહેશ પટેલ મદદનીશ ખેતી નિયામક, ડો. આર.પી. કાચા, વૈજ્ઞાનિક , આ કૃ.યું, ઠાસરા, તેમજ ડૉ. મયુર ડામોર,ખેતી અધિકારી , અને કોલવણ ગામના સરપંચ શૈલેષ ભાઈ અને સેજાના ગ્રામસેવક ધીરુભાઈએ અલગ અલગ વ્યક્તવ્ય આપ્યું હતું. જેનો લાભ સ્થાનિક ખેડૂત સમુદાયે લીધો હતો અને આવનાર દિવસોમાં પ્રાકૃતિક ખેતી તરફ વળશું તેમ સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. ઉત્સાહ પૂર્વક ખેડૂતોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. વધુમાં ઇફ્કોના પ્રતિનધિ તરફથી નેનો યુરિયાના પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવેલા અને ખેડૂતો નેનો યુરિયા ખાતર અપનાવવા જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.