મહિસાગરમાં મેઘ મહેર:જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ; સાંજના સમયે લુણાવાડામાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા રોડ-રસ્તા પાણી પાણી થયા

મહિસાગર (લુણાવાડા)16 દિવસ પહેલા

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલીક જગ્યાએ મધ્યમ અને વરસાદની આગાહી કરી છે. તેવામાં મહીસાગર જિલ્લામાં સતત આજે ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં સવારથી ગરમી અને બફારો અનુભવાય રહ્યો હતો અને ત્યાર બાદ બાપરે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો સાથે હળવા પવન પણ ફૂંકાયા હતા અને સાંજના સુમારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત આસપાસના વિસ્તારમાં એકાએક ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. જેના કારણે હાલ વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

છેલ્લા ચાર દિવસથી બેવડી ઋતુનો અનુભવ
જિલ્લામાં ના મોટા ભાગના વિસ્તારોમાં સવારથી ગરમીનું પ્રમાણ જોવા મળે છે અને બપોર બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે છે. જેથી લોકો સવારથી બપોર સુધી ગરમી અને બફારાનો અનુભવ કરે છે અને બપોર બાદ વાતાવરણ બદલાતા ઠંડક સાથે વરસાદ પડે છે, જેથી લોકો બેવડી ઋતુનો હાલ અનુભવ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...