મહિસાગર જીલ્લામાં 'આપ'ની ચૂંટણલક્ષી તૈયારી:ગોપાલભાઈ ઇટાલીયાની હાજરીમાં લુણાવાડા શહેરમાં આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો

મહિસાગર (લુણાવાડા)24 દિવસ પહેલા
  • કોટી અને પાઘડી પહેરાવી ગોપાલભાઈ ઈટાલીયાનું સ્વાગત કર્યું
  • મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજર રહ્યાં ​​​​​

લુણાવાડા શહેરના બેતાલીસ પાટીદાર સમાજઘર ખાતે આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં આમ આદમી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું, સાથે મહીસાગરમાં આમ આદમી પાર્ટીની ચૂંટણીલક્ષી તૈયારીનો ચિતાર આપ્યો. આ કર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજર રહ્યાં​​​​​​​ હતા. સભામાં સંતરામપુરથી આવેલા કાર્યકર્તાઓએ પરંપરાગત ઢબે કોટી અને પાઘડી પહેરાવી ગોપાલભાઈ ઈટાલીયાનું સ્વાગત કર્યું.

ફ્રિ વીજળી આપવાના વાયદાના પગલે ગુજરાતના તમામ વિસ્તારમાં આમ પાર્ટી જનસંવાદ કર્યક્રમ
મહીસાગર જિલ્લા આમઆદમી પ્રમુખ પ્રશાંતભાઈ ગુર્જર, પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશભાઇ બારીયા તેમજ દાહોદ લોકસભા પ્રમુખ પર્વતભાઈ વાઘડિયાએ કર્યક્રમમાં હાજરી આપી હતી. તો બાલાશિનોર સાલિયાવાડી ગામના સરપંચ સહીત અનેક લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીની પ્રાથમિક સદસ્યતા નોંધાવી. અરવિંદ કેજરીવાલની ગુજરાત માટેની પહેલી ગેરંટી દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી આપવાના વાયદાના પગલે ગુજરાતના તમામ વિસ્તારમાં આમ પાર્ટી જનસંવાદ કર્યક્રમ યોજી રહી છે અને આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...