અટકાયત:લુણાવાડામાં આત્મવિલોપન કરવા આવેલ છાત્રાઓને પોલીસે અટકાવી

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 વિદ્યાર્થિની અને સમાજના અગ્રણીઓની અટકાયત
  • 2014 બાદ દાખલા ન મળતાં સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન
  • લુણાવાડા ધારાસભ્યે દાખલા અપાવવાનો વાયદો કર્યો હતો
  • પટેલીયા સમાજને જાતિનો દાખલો નહીં મળવાથી આત્મવિલોપનની ચીમકી અાપી હતી

મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર તાલુકાનાં 62 ગામના પટેલીયા સમાજને છેલ્લાં કેટલાય વર્ષોથી દાખલા ન મળતાં ચુંટણી પહેલાં વિરોધના વંટોળ ઊભો થયો છે. ત્યારે લુણાવાડાના ધારાસભ્ય તરીકે જીજ્ઞેશ સેવક ચૂંટાયા ત્યારે દાખલા અપાવવાનો વાયદો કર્યો હતો. પરંતુ 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા તેમ છતાં વાયદો પૂર્ણ ન થતા તેમનું સરકારમાં કઈ ઉપજતું ન હોવાની ચર્ચા લોકોમાં જોવા મળી હતી.

તો બીજી તરફ સમાજના આગેવાનો દ્વારા વહીવટી તંત્ર તેમજ ધારાસભ્યને રજુઆત કરવા છતા કોઈ નિકાલ ન આવતા મંગળવારે સમાજના વિદ્યાર્થીઓ અને સમાજના અગ્રણીઓ કલેકટર કચેરી ખાતે આવી આત્મવિલોપન કરવાં માટેની ચિમકી ઉચ્ચારી છે. જેને લઇને સમાજનાં કેટલાય અગ્રણીઓ સાથે વિધાર્થીઓ કચેરી આવી પહોંચ્યા હતા છેલ્લા કેટલાય વર્ષોથી નથી.

દાખલા મળી રહ્યા નથી ધરણાની મંજૂરી મળી રહી અંતે કંટાળીને આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઇને સમાજની 8 જેટલી વિદ્યાર્થીનીઓ અને સમાજના અગ્રણીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી, એલસીબી, ટાઉન પોલીસ સહિતનો પોલીસ કાફલો કલેક્ટર કચેરી પહોંચી પોલીસ પ્રશાસન દ્વારા તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...