3000 પોલીસ કર્મીઓએ મતદાન કર્યું:મહીસાગરમાં પોલીસ અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું; કલેક્ટર ભાવિન પંડ્યા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા

મહિસાગર (લુણાવાડા)18 કલાક પહેલા

આગામી વિધાનસભા ચૂંટણીમાં સુરક્ષા બંદોબસ્તમાં ફરજ પર રહેનાર હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત પોલીસ જવાનોએ વોટિંગ કેમ્પમાં મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. જ્યાં કલેક્ટરે પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે મુલાકાત લીધી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત આજરોજ પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે મહીસાગર જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે પોલીસકર્મીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી. પોલીસકર્મીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોતાનો કિમતી મત પોસ્ટલ બેલેટ દ્વારા આપ્યો હતો. જ્યાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાએ મુલાકાત લીધી હતી અને પોલીસ વડા આર.પી. બારોટ, નાયબ ચૂંટણી અધિકારી કુંજલ શાહ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...