મહીસાગર જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અવારનવાર લાઈનમાં જોવા મળી રહ્યા છે. ક્યાંક ખાતરની લાઈન તો ક્યાંક ધાન વેચવાની લાઈન તો ક્યાંક પેટ્રોલ-ડીઝલ માટે લાઈન પડતા જીલ્લામાં ખેડૂતની હાલત કફોડી બનતી જાય છે. વારંવાર ખેડુતની લાઈનોના દ્રશ્યો હવે સામાન્ય લાગી રહ્યા છે.
ગુજરાતના અમુક જગ્યાએ ખાતરની અછતને કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે તો ક્યાંક દુકાનો સામે ખાતર ન હોવાના બોર્ડ લાગ્યા છે. ત્યારે સરકારે દાવો કરે છે કે ગુજરાતમાં યોગ્ય માત્રામાં જથ્થો ઉબલબ્ધ છે. મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની ખાતર લેવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે કડાણા તાલુકો ખેતી અને પશુપાલન પર આધારીત છે.
હાલમાં યુરિયા ખાતરની તંગીને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં મકાઈ, મગફળી, ઘઉં અને શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે જીલ્લામા વહીવટ તંત્રના અણઘઢ વહીવટથી ખાતર મેળવવા માટે ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા પુનઃ મજબુર બન્યા હોવાના ઠેરઠેર દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ત્યારે ખેડૂતો સાથે થતાં અન્યાયનો અવાજ દબાવવા વહીવટ તંત્ર પોલીસને આગળ કરી ખેડુતને કલાકો સુધી શિસ્તબંધ લાઈનમાં ઉભા રહેવા મજબુર બનાવી દે છે. પોલીસના ડરથી ભૂખ્યો તરસ્યો લાઈનમાં ઉભો રહેલો જગતનો તાત અેટલો મજબુર બન્યો છે કે પોતાની વેદના પણ વર્ણવી શકતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.