PM માનગઢ ધામની મુલાકાતે:ગોવિંદગુરુ ધૂણીએ ગોવિંદગુરુને પુષ્પાંજલિ અર્પણ કરી; સભા સંબોધનમાં ત્રણ રાજ્યના મુખ્યમંત્રી હજાર રહ્યા

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

માનગઢધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવ્યા હતા. જ્યાં PMએ ગોવિંદગુરુ ધૂણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ PM મોદી રાજસ્થાન ખાતે આવેલા માનગઢ ધામેં સભા સંબોધી હતી. જ્યાં મોટી સંખ્યામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશથી લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સભા સ્થળે PM સાથે 3 રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા
વડાપ્રધાન નરેદ્ર મોદી માનગઢ ધામે પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત રાજ્ય વિસ્તારમાં આવેલા ગોવિંદગુરુ ધૂણી સ્થળે તોએઓ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ રાજસ્થાન તરફ માનગઢ ધામે PMએ સભા સંબોધી હતી. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ મધ્યપ્રદેશના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં PMએ સભા સંબોધી હતી જેમાં ત્રણે રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...