દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ:મહિસાગરમાં દિવ્યાંગોને મતદાન અંગેના અધિકારો વિશે માહિતગાર કરાયા; બહોળી સંખ્યામાં લોકોને મતદાન કરવા અપીલ કરાઈ

મહિસાગર (લુણાવાડા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.મનીષકુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મહિસાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકોને મહિસાગર ચુંટણી મામલતદાર ડી.જે.શાહ દ્વારા મતદાન અંગેની પ્રક્રિયા, મતદાર યાદીમાં નામ નોંધાવવા, આધારકાર્ડ લિંક કરવા અને PWDના ફ્લેગીંગની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક પર કરવામાં આવતી અલાયદી વ્યવસ્થા અંગે પણ માહિતી આપી હતી. અને સાથે સાથે બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં ચુંટણી સ્ટાફ સહિત લુણાવાડા, નાયબ મામલતદાર ધરમેન્દ્રસિંહ સિસોદિયા, નાયબ મામલતદાર પુવાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રેણુકાબેન મેડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...