લુણાવાડામાં 'AAP' સક્રિય:પાર્ટીની કારોબારી સભા યોજાઈ; વિધાનસભાના સંભવિત ઉમેદવારો માટે ચર્ચા કરાઇ

મહિસાગર (લુણાવાડા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દેવાઈ છે. તેવામાં હવે આમ આદમી પાર્ટી પણ પોતાના વાયદાઓ સાથે મેદાને ઉતરી ગઈ છે, તેવામાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આપની કારોબારી સભા યોજાઈ હતી.

જેમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈ સંભવિત ઉમેદવારો માટેની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ અન્ય ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશભાઇ બારીયા અરવિંદ કેજરીવાલની ગુજરાત માટેની ગેરંટી લોકો સુધી પહોંચાડવા માટેના કાર્યક્રમોની જાહેરાત કરી હતી, તેમજ મહીસાગર જિલ્લા પ્રમુખ પ્રશાંત ગુર્જર દ્વારા પાર્ટીના હોદ્દેદારોને જન સંપર્ક કરી આગામી ચૂંટણીમાં પરિવર્તન લાવવા મહેનત કરવા લાગી જવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...