લુણાવાડાનું ગૌરવ વધાર્યું:પાર્થ પટેલે Neetની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું

મહિસાગર (લુણાવાડા)20 દિવસ પહેલા

2022ના ચાલુ વર્ષે Neetની વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ જાહેર થયું છે. ત્યારે મહીસાગરના લુણાવાડા ખાતેની આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતો માળિયા ગામનો વતની પટેલ પાર્થ Neet ની પરીક્ષામાં કુલ ગુણ 720માંથી 594 ગુણ મેળવી મહીસાગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગોધરા સેન્ટર ખાતે મહીસાગર અને પંચમહાલ જિલ્લાના કુલ 2126 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી મહીસાગર જિલ્લામાં 594 ગુણ સાથે પાર્થ પ્રથમ આવ્યો છે.

પાર્થ પટેલ લુણાવાડા તાલુકાના માળિયા ગામનો મૂળ વતની છે અને હાલ તે લુણાવાડા શહેરની જયશ્રીનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં પિતા બાબુભાઇ જે વ્યવસાયે શિક્ષક છે અને માતા મીનાક્ષીબેન પણ શિક્ષકમાં ફરજ બજાવે છે. તેમજ પાર્થની મોટી બહેન અક્ષીતા IT એન્જિનિયર છે જે તમામ હાલ પાર્થના પરિણામથી ખુશ ખુશાલ થઈ ગયા છે.

પાર્થ લુણાવાડાની આદર્શ વિદ્યાલય ખાતે અભ્યાસ કરે છે અને તે રોજના શાળાના સમય સિવાય ના સમયમાં 6 થી 7 કલાક અભ્યાસ કરતો હતો. આખરે તેની તનતોડ મહેનત રંગ લાવી અને તે neet ની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવ્યો. તેણે શાળા તથા પોતાના પરીવારનો આભાર માન્યો હતો. વધુમાં પાર્થે જણાવ્યું હતું કે, મારી શાળામાં મને ખુશ સારી રિતે પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવતી હતી અને મારા શાળાના શિક્ષકો ખૂબ સારી રીતે મને ભણાવતા હતા. મારા 594 ગુણ આવ્યા છે જેથી હવે મને સરળતાથી ગવર્મેન્ટ MBBS કોલેજમાં એડમિશન મળી જશે અને આગળ મારે મારે મેડિકલ લાઈનમાં MD સુધી અભ્યાસ કરવો છે.

તો પાર્થના પિતા બાબુભાઇએ જણાવ્યું હતું કે, મારા પુત્ર પાર્થને મેં શાળા સિવાય અન્ય કોઈ જગ્યાએ બહાર ટ્યુશન કરાવ્યું નથી. તે લુણાવાડા ખાતે જ ભણીને neet ની પરીક્ષામાં ટોપ આવ્યો છે. શાળા તરફથી જે માર્ગદર્શન આપવામાં આવતું હતું તે અને ઘરે આવી પાર્થ ખૂબ મહેનત કરતો હતો જેનું આજે ફળ મળ્યું છે. તે જિલ્લા પ્રથમ આવ્યો છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે સાથે જ મારો પરિવાર અને મારા સાગા સબંધીઓ પ્રાર્થના પરિણામથી ખૂબ ગર્વની લાગણી અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...