મહીસાગર જિલ્લા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સલાહકાર-તકેદારી સમિતીની બેઠક યોજાઈ. જિલ્લામાં અનાજ તથા અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ વ્યવસ્થિત અને પારદર્શક રીતે થાય તે માટે કલેક્ટર કચેરી લુણાવાડા ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા અન્ન નાગરિક પુરવઠા અધિકારીના ઉપક્રમે બેઠક યોજાઈ.
આ બેઠકમાં વ્યાજબી ભાવની દુકાનો ખાતે અધિકૃત સત્તાધિકારી તરફથી ફાળવવામાં આવેલી ચીજવસ્તુઓનો જથ્થો સમયસર અને પૂરેપૂરો મળી રહે તે નિશ્ચિત કરવું. જે તે વિતરકો તરફથી સસ્તા અનાજની દુકાનો માટે સ્થળ બદલીની અરજી કરવામાં આવી છે. મામલદાર કક્ષાએથી મંજુરી પણ અપાઈ ચુકી છે. એવા વિતરકોને સ્થળ બદલી કરવાની મંજુરી આપવાની, ગ્રામ્ય કક્ષાની તકેદારી સમિતીઓએ ગ્રામ્ય કક્ષાએ મિટીંગો ભરવી તથા જરુરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા, એનએફએસ અંતર્ગત લાભપાત્ર પરંતુ કોઈ કારણસર લાભ ન મેળવતા હોય તેવા લોકોનું રજીસ્ટ્રેશન કરાવવાના પ્રયત્નો હાથ ધરવા વગેરે બાબતો પર ચર્ચા વિચારણાના અંતે આગળની કાર્યવાહી કરવા કલેક્ટર દ્વારા માર્ગદર્શન અપાયું.
ઉપરોક્ત તમામ બાબતોમાં જો કોઈ સમસ્યા જણાઈ આવે તો ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવો અને જરુર પડ્યે લાગુ પડતી મામલતદાર કચેરી તથા અન્ન નાગરિક પુરવઠા અધિકારીનો પણ સંપર્ક કરી તમામ લાભાર્થીને સરકારની આ યોજનાનો સો ટકા લાભ મળે તેવા પ્રયત્નો કરવા, એલપીજી ગેસ બાટલાનાં વિતરણમાં જો કોઈ ગેરરિતી જણાઈ આવે તો જે તે વિતરણ એજન્સી બોલાવી તેમનો ખુલાસો માંગી આગળની કાર્યવાહી કરવા માટે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કક્ષાની સમિતીના તમામ સભ્યો, સીડીએચઓ સી.આર.પટેલ, સહાયક માહિતી નિયામક શૈલેષ બલદાણીયા સહિત અન્ન નાગરિક પુરવઠા વિભાગના લાગુ પડતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.