પ્રાકૃતિક ખેતી અપનાવા પહેલ:મહીસાગર જીલ્લાના 15 હજારથી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી વિશે ઓનલાઇન તાલીમ મેળવી; રાજ્યપાલ દ્વારા ખેડુતોને માર્ગદર્શન અપાયું

મહિસાગર (લુણાવાડા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌ આધારીત ખેતી શરૂ કરવા આહવાન કર્યું

ખેતી અને ખેડુતોની સમૃધ્ધિ સાથે આત્મનિર્ભર ભારતના નિમાર્ણ માટે પ્રાકૃતિક અપનાવી આવશ્યક છે. જે અન્વયે મહામહિમ રાજ્યપાલ દ્વારા બાયસેગ ચેનલ-4 તેમજ સોશીયલ મિડીયાના માધ્યમો થકી રાજ્યભરમાં 5 લાખથી પણ વધુ ખેડુતો માટે સમગ્ર રાજ્યમાં ઓનલાઇન પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કર્યુ હતું. જેમાં મહીસાગર જીલ્લામાં 15 હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઇન તાલીમ મેળવી. જેમાં જીલ્લા પંચાયત ખાતે ચેરમેન એજીબી-વ-જીલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી તેમજ બાગાયત તમામ અધિકારી/કર્મચારીઓ પ્રાકૃતિક ખેતી અપનાવીને રાષ્ટની જમીનને બંજર બનતી અટકાવી, ગૌ આધારીત ખેતી શરૂ કરીએ. માનવ સ્વાસ્થ્ય સભર, ખેત પેદાશ મળી રહે તે માટે આહવાન કર્યુ હતું.

ખેડુતોએ પ્રાકૃતિક ખેતી તરફ જોડવા સંકલ્પ કર્યો
કાર્યક્રમનો સમગ્ર રાજયમાં 5 લાખથી વધારે ખેડુતો નિહાળીને પ્રાકૃતિક ખેતી તરફ જોડવા સંકલ્પ કર્યો હતો. જીલ્લા અધિકારી કે.ડી.લાખાણી પણ અધિકારી/કર્મચારીઓ જેમ બને તેમ વધારે ખેડુતોને ગાય આધારીત ખેતી અપનાવી અને તેના બજાર વ્યવસ્થા પણ વધારવા તાકીદ કર્યુ હતું. તાલીમમાં મહીસાગર આત્મા સ્ટાફ, ખેતીવાડી તેમજ બાગાયત ખાતાના અધિકારી તથા સ્ટાફ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...