વિધાનસભા ચૂંટણી 2022:મહીસાગરમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન; વિદ્યાર્થીઓએ VOTE નામની માનવ સાંકળ બનાવી

મહિસાગર (લુણાવાડા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત કૃષક અભ્યુદય વિધામંદિર કુંભરવાડી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ માનવ સાંકળ બનાવામાં આવી. જેમાં સ્કુલના બાળકો દ્વારા માનવ સાંકળ અંતર્ગત VOTE શબ્દની રજૂઆત કરવામાં આવી. જેમાં મહત્તમ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ પ્રવૃતિને સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...