વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022:મહિસાગરમાં મતદાન અંગે જાગૃતિ લાવવા રંગોળી સ્પર્ધાનું આયોજન; વિદ્યાર્થીઓએ 'આવો મતદાન કરીએ' તેવા સંદેશ પાઠવ્યા હતા

મહિસાગર (લુણાવાડા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે મહિસાગર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી ભાવીન પંડયાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મહીસાગર જિલ્લાની શ્રીમતી આર.ડી.ગાર્ડી વિધાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ રંગોળી દોરીને " આવો મતદાન કરીએ" તેવા સંદેશ પાઠવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...