ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ:લુણાવાડાની લાડવેલ ચોકડી પર ઓપરેશન રૂ. 50 લાખનું ડ્રગ્સ ઝડપાયું

લુણાવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીકઅપ ડાલાના ચેસીસની પાઇપમાં ડ્રગ્સ સંતાડ્યો હતો. - Divya Bhaskar
પીકઅપ ડાલાના ચેસીસની પાઇપમાં ડ્રગ્સ સંતાડ્યો હતો.
  • રાજસ્થાનથી વાયા મહીસાગર થઇને અમદાવાદ લઇ જતા ડ્રગ્સ સાથે એક ઝડપાયો
  • પીકઅપમાંથી દારૂ પકડાતાં પૂછપરછ કરી તો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો
  • ગુજરાતમાં પ્રવેશ કરીને ડ્રગ્સના જથ્થા સાથે આશરે 110 કિ.મી આવ્યા બાદ પકડાયો

મહીસાગર એલસીબી લાડવેલ ચોકડી પાસેથી ડાલામાંથી ચાર દારૂની બોટલ સાથે અમદાવાદના એકને પકડી પાડ્યો હતો.પોલીસે ડાલાની ચેસીસની પાઇપમાં સંતાડેલો રૂપિયા 50 લાખના નશીલા પદાર્થના જથ્થા મળી આવતાં એફએસએલમાં તપાસ કરતા ડ્રગ્સ હોવાનું બહાર આવતાં અમદાવાદના ઇસમ વિરુદ્ધ કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મહીસાગર પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડાતા ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.

લાડવેલ ચોકડી નજીકથી​​​​​​ પીકઅપ ડાલુ પાડાયું
​​​​​​​
લુણાવાડા એલસીબી પોલીસ પેટ્રોલીગમાં હતો. લુણાવાડાની વિરણીયા ચોકડી ખાતે એક શંકાસ્પદ પીકઅપ ડાલુ આવતા તેનો પીછો કરી લાડવેલ ચોકડી નજીક પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે પીકઅપ ડાલામાંથી જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી રહે.મકાન નંબર 3/47 ગાયત્રીનગર એપાર્ટમેન્ટ સુદરમનગર બાપુનગર અમદાવાદ શહેરનાને પકડી પાડ્યો હતો.

ગાડીની ચેચીસમાંથી નશીલો માદક પદાર્થો મળી આવ્યા
​​​​​​​
પોલીસે પીકઅપ ડાલાના કેબિનમાં વિદેશી દારૂની 4 બોટલો મળી આવતાં ડાલા લઇને કાર્યવાહી કરવા કોઠંબા પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસ મથકમાં જૈનુલ અંસારીની પૂછપરછ કરવામાં આવતા બોલેરો પીકઅપ ગાડીની તલાશી લેવામાં આવતા ગાડીની ચેચીસમાંથી નશીલો માદક પદાર્થ મળી આવ્યો હતો.

રૂપિયા 5૦,૦૦,૦૦૦નો મુદ્દામાલ પકડાયો
​​​​​​​
જે અંગે એફએસએલ અધિકારી દ્વારા ચકાસણી કરાવતા સફેદ કલરનો નશીલો પાવડર એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ અથવા મેથા એમફેટામાઇન અથવા મેફેડ્રોન પાવડર હોવાનું જણાવતાં બે અલગ અલગ થેલીઓમાં કુલ 500 ગ્રામ જેની એક ગ્રામની કિ.રૂા.10 હજાર લેખે કુલ 500 ગ્રામ નશીલા પાવડરની કુલ કિંમત રૂપિયા 5૦,૦૦,૦૦૦નો મુદ્દામાલ ગેરકાયદે રીતે રાખી વહન કરતા મળી આવ્યો હતો.

આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં ​​​​​​​આવી
​​​​​​​
કોઠંબા પોલીસ મથકે જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી વિરુદ્ધ એન.ડી.પી.એસ.કલમ 8 સી,22 સી, મુજબ ગુનાની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. તેમજ અગાઉ આ પ્રકારનુ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું કે કેમ અને કોને આપ્યું એ સહિતની બાબતની પોલીસે તપાસ કાર્યવાહી હાથધરી હતી.

અગાઉ દારૂના જથ્થા સાથે પકડાયો હતો
બુધવારે એલસીબી અને કોઠંબા પોલીસે પીકઅપ ડાલામાંથી દારૂનો જથ્થો મળી આવતાં તેની પૂછપરછ કરતાં તેને ડાલામાં નારકોર્ટીસનો જથ્થો સંતાડયો હોવાનું જણાવતા પોલીસે ડાલામાં તપાસ કરતા નશીલા માદક પદાર્થ મળી આવ્યો હતો. પદાર્થની ચકાસણી એફએસએલ પાસે કરતાં નશીલા માદક પદાર્થ ડ્રગ્સ હોવાનું જણાઇ આવ્યું હતું. પકડાયેલા અગાઉ પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલો છે. તેની પૂછપરછ ચાલુ છે: - રાકેશ બારોટ, જિલ્લા પોલીસવડા, મહીસાગર

ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા સામે 4 પ્રોહિબીશનના ગુના નોંધાયા હતા
લુણાવાડાના લાડવેલ ચોકડી પાસેથી પકડાયેલ અમદાવાદનો જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી પર ચાર પ્રોહિબીશનના અને એક લૂંટનો ગુનો નોંધાયેલ છે. મહીસાગરમાંથી પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લઇને જવાનો હોવાનું પોલીસે જણાવ્યું છે.તે અગાઉ ડ્રગ્સની હેરાફેરી કે પકડાયો હતો કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જૈનુલ આબેદિનના કોવિડ રિપોર્ટ બાદ આજે રિમાન્ડ માટે કોર્ટમાં પોલીસ હાજર કરશે.

વિરણીયા ચોકડીથી પીછો કરી લાડવેલ ચોકડીએ પકડ્યો
રાજસ્થાનથી અમદાવાદનો જૈનબ અંસારી ડ્રગ્સનો જથ્થો લઈને શામળાજી બોર્ડર ક્રોસ કરીને ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. ડ્રગ્સનો જથ્થો લઈને મોડાસા હાઇવેથી માલપુર, લુણાવાડા થઈને વિરણીયા ચોકડી પાસે પોલીસે ડાલાનો પીછો કરીને લાડવેલ ચોકડી પાસેથી પકડ્યો હતો. ડ્રગ્સનો જથ્થો ગુજરાત બોર્ડરમાં પ્રવેશ કરીને ડ્રગ્સના જથ્થા સાથે આશરે 110 કિ.મી સુધી આવ્યા બાદ પકડાયો છે.

અન્ય સમાચારો પણ છે...