મહીસાગર જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતો યુવાન ગોવા ખાતે યોજાયેલ દોડ સ્પર્ધામાં સમગ્ર દેશમાં પ્રથમ આવ્યો છે. ડુંગરાળ અને પછાત વિસ્તારમાં રહેતા યુવકનું નાનપણથી જ રમત ગમતમાં આગળ આવવાનું સ્વપ્ન હતુ. જે માટે તે ધો.8 થી જ સખત મહેનત કરી રહ્યો હતો. આખરે તેની મહેનત રંગ લાવી અને ગોવા ખાતે ભારતીય યુવા ખેલ પરિષદ દ્વારા યોજાએલ ઓપને નેશનલ યુથ ચેમ્પિયન ની દોડ સ્પર્ધામાં તે પ્રથમ ક્રમ મેળવી વિરપુર તાલુકાનું નામ રોશન કર્યું છે.
આ બાબતે પગી અજય બાબુભાઈ ને ટેલિફોનિક ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, હુ ગરીબ ઘરના પરિવાર માંથી આવું છું. એ આ વર્ષે મે ધો.12 ની પરીક્ષા આપી છે. મારા પિતા બાબુભાઇ ખેતી કરે છે. મારે દોડ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા હોય હું છેલ્લા 3 વર્ષથી પોતાની જાતે ભાટપુર ગામમાં જ મેદાન તૈયાર કરી મહેનત કરી રહ્યો હતો. તાજેતરમાં 8 મેના રોજ ગોવા ખાતે યોજાયેલી દોડ સ્પર્ધા, (ઓપન નેશનલ યુથ ચેમ્પિયન 2022), માં ભારત દેશ ના 29 ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં મે 1500 મીટર દોડ 4મિનિટ 20 સેકન્ડ માં પુરી કરી હતી. જેમાં અન્ય હરીફોને પાછળ છોડી હું પ્રથમ નંબરે વિજેતા થયો હતો.
હવે આગામી આગામી સમયમાં ઈન્ટરનેશનલ ગેમ્સમાં રમવા જવાનું થશે તેમ તેણે જણાવ્યું હતું. પગી અજયભાઇ બાબુભાઇ એ 1500 મીટર દોડ સ્પર્ધા માં સમગ્ર ભારત દેશમાં પ્રથમ સ્થાન મેળવી સાબિત કરી બતાવ્યું છેકે વિરપુર તાલુકાના ભાટપુર ગામના ડુંગરાળ અને પછાત વિસ્તારના દીકરા-દીકરીઓ હવે શિક્ષણની સાથે સાથે રમતોમાં પણ આગળ વધી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.