રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવમાં આવી હતી. GRYBના સંયોજક સતીશ સોની, જૈનિશ મોચી તેમજ તાલુકા સંયોજક રાજેન્દ્રસિંહ દ્વારા લુણાવાડા નગરની પાસે આવેલા ફળિયામાં જઇ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. તેમજ બિસ્કિટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ આગામી તહેવાર મકરસંક્રાંતિને લઈ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવી હતી. સાથે જ બાળકોને શિક્ષણમાં પૂરતું ધ્યાન આપે અને નિયમિત શાળાએ જાય તે માટેની પ્રેરણા આપવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવિધ રાજકીય નેતાના જન્મ દિવસ અને તહેવારો પર અલગ અલગ રીતે વિવિધ વિસ્તારોમાં જઈને ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે પણ દર વખતની જેમ હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે બાળકો વચ્ચે જઇ ભોજન કરાવી પતંગ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.