અંબાજી મંદિરથી રેલી યોજાઈ:બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી જુના જોગી માનસિંહ ચૌહાણે ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા

મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકીની એક બાલાસિનોર 121 વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ 72 વર્ષીય સિનિયર માનસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે આજે માનસિંહ ચૌહાણે બાલાસિનોર પ્રાંત કચેરી પોહચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

કાર્યકર્તાઓ સાથે સભા યોજી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા
બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી સિનિયર નેતાને ભાજપે મેદાને ઉતાર્યા છે. આગાઉની સરકારમાં મંત્રી રહી ચૂકેલા 72 વર્ષીય માનસિંહ ચૌહાણને બાલાસિનોર વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા, ત્યારથી જ તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે માનસિંહ ચૌહાણ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. બાલાસિનોર અંબાજી મંદિર ખાતે સમર્થકો કાર્યકર્તાઓ ભેગા થઈ રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...