પ્રજાને પોષણયુક્ત બનાવાનો પ્રયાસ:મહીસાગરમાં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત પોષણ રેલી યોજાઈ; વિવિધ થીમથી લોકોને જાગૃત કરવાની પહેલ કરાઈ

મહિસાગર (લુણાવાડા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યભરમાં 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત મહિસાગર જિલ્લામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પોષણની વિવિધ થીમ હેઠળ મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ, જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારીત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાને મહિસાગર જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત પોષણ તહેવારની ઉજવણી રુપે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર ડો.મનીષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી લાખાણી , આઈ.સી.ડી.એસ અઘિકારી શિલ્પાબેન ડામોર, જિલ્લા પ્રાથમિક શિક્ષાણાઘિકારી બારીયા, જિલ્લા આરોગ્ય અઘિકારી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિજ્ઞા લીધા બાદ પોષણ તહેવાર રેલીને જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે પોષણ અભિયાનને પોષણ તહેવાર બનાવવા માટે આજે જિલ્લા પંચાયત ભવન ખાતેથી મહાનુભાવો તેમજ જિલ્લા પંચાયતના તમામ વર્ગોના અધિકારીઓ, સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો રાષ્ટ્રીય પોષણ માસ દરમ્યાન પ્રત્યેક ઘર સુધી પોષણનો સંદેશો, જાગૃતિ પ્રસરાવવા પ્રતિજ્ઞા લીધી હતી. આમ જિલ્લાના પંચાયત કચેરી મહિસાગરથી લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ સુધી રેલી યોજાઇ હતી. પોષણ માસ રેલી જે માર્ગ પરથી પસાર થઈ તે માર્ગ પર નાગરીકોમાં પોષણ અભિયાનનો સંદેશો અને જાગૃતિનો સંદેશો પઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...