મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકયો છે. ત્યારે નગરપાલિકા દ્વારા પાછલા કેટલાય વર્ષોથી અનેક લોકોને નોટિસ આપવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં નગરના લોકોમાં નોટિસ આપી ખેલ પડતો હોવાની ચર્ચા વારંવાર જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
લુણાવાડામાં મધવાસ દરવાજા પાસે ઉષ્માનિયાનગર સોસાયટીમાં R-માર્ટ સામે પાલિકાનો RCC રોડ તોડી કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ થયાની અનેક ફરિયાદો જોવા મળી છે. ત્યારે પાલિકા દ્વારા આ બાંધકામના સર્વે નંબર 115/117 નો પ્રાંત ઓફિસમાં કેસ ચાલતો હોવાથી આ મિલકતમાં પડેલ ફેરફાર નોંધ નં.4915 અને નં.4916 નો સીટી સર્વે સુપરિટેન્ડરનો નિર્ણય રદ કરવામાં આવેલ છે.
આ વિવાદિત જમીનને DILR કચેરી દ્વારા માપણી કરી હદ નિશાની નક્કી કરવામાં ન આવે અને આખરી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી પાલિકાના કોર્પોરેટર પ્રાચીબેન ત્રિવેદીના પતિ હેમાંગભાઈ માનહરલાલ ત્રિવેદી રહે,આસ્થા બંગલો લુણાવાડાને બાધકામ કરવાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો.
નોટિસ મળતાં કામ બંધ કર્યુ
નગરપાલિકા દ્વારા કાલે કામ બંધ કરાવવા માટે આવ્યા હતા જેથી મેં કામ બંધ કર્યું છે આ બાંધકામ માટે મને ભૂરા બુરહાનીદીન મુસ્તાક અહેમદ દ્વારા કોન્ટ્રક આપવામાં આવ્યો છે અને તેમના નામના પુરાવા છે જેથી તેઓ રજૂ કરશે. - હેમાંગ ત્રિવેદી , કોન્ટ્રાકટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.