મહીસાગરના ગોઠીબડા ગામે દુર્ઘટના:વરસાદ શરૂ થતાં ઢોર ઘરમાં લાવતી વેળા મહિલા માથે વીજળી પડતાં મોત નીપજ્યું

સંતરામપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફરજ પર હાજર તબીબે શિવિબેનને મૃત જાહેર કર્યા હતા. ઇન્સેટમાં શિવિબેનની તસવીર. - Divya Bhaskar
ફરજ પર હાજર તબીબે શિવિબેનને મૃત જાહેર કર્યા હતા. ઇન્સેટમાં શિવિબેનની તસવીર.
  • વીજળી પડતાં અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે
  • રાજ્યમાં સૌથી વધુ વરસાદ સંતરામપુર તાલુકામાં નોંધાયો છે

મહીસાગર જિલ્લામાં સાંજે 6 વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોઠીબડા ગામમાં સૂકીદેવીના ફળિયામાં વીજળી પડવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સંતરામપુરમાં ભારે વરસાદને કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સંતરામપુરમાં ભારે વરસાદને કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ભેંસ લાવવા બહાર નીકળ્યાં હતાં
મળતી માહિતી અનુસાર, સૂકીદેવીના ફળિયામાં રહેતા 42 વર્ષીય શિવિબેન ભેંસ ઘરમાં લાવવા માટે બહાર નીકળ્યાં હતાં. એ સમયે જ અચાનક વીજળી પડતાં ઘટનાસ્થળે જ તેઓ ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ભારે વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ઘૂસતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ઘૂસતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ
સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ સાંજે છ વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી. સાંજે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી બે કલાકમાં જિલ્લામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ હાલ સંતરામપુર તાલુકામાં પડ્યો છે.

સાંજે 6 વાગ્યાથી સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી.
સાંજે 6 વાગ્યાથી સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી.
અન્ય સમાચારો પણ છે...