વિરપુર તાલુકામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીના લીધે લાખો લીટર પાણી વહી જતા લોકોમાં તંત્રની લાલીયાવાડી સામે રોષ છે. જોકે પાણી પુરવઠા તંત્રની લાપરવાહીના કારણે સંપ પરથી પાણીનો બગાડ થતા લાખો લીટર પાણીનો સરેઆમ બગાડ થઈ રહ્યો છે ભરોડી ગામે પાણી પુરવઠા વિભાગની યોજના હેઠળ સંપ બના વ્યો છે.
જે કર્મચારીના બેદરકારીથી આ સંપ પર પાણી દરરોજ ઉભરાઈ જવાની ઘટના બને છે ત્યારે શનીવારે આ સંપ પર ખેરોલી જુથ પાણી પુરવઠા દ્વારા પાણી છોડ્યું હતું જ્યાં ભરોડીના સંપ પરના કર્મી હાજર ન હોવાના કારણે કલાકો સુધી પાણીનો વ્યય થયો હતો. ઘોર બેદરકારીની સામે અનેક સવાલો ઉભા થયા છે. .
પુરતા પ્રમાણમાં પગલાં લેવાશે
આ બાબતે લઈને અમારા વિભાગ સુધી કોઈ રજુઆત આવી નથી પણ જો કર્મચારી દ્વારા આવી રીતે સંપ પર બેદરકારી દાખવી રહ્યાં હશે તો ચોક્કસ પણે કાર્યવાહી કર શે ઉપરાંત સંપ પર પણ અમારા વિભાગ દ્વારા હવે સતત તપાસ રાખવામાં આવશે ફરીથી પાણીનો બગાડ ના થાય તે માટે પુરતા પ્રમાણમાં પગલાં લેવામાં આવશે: હનીફ શેખ , પાણી પુરવઠા વિભાગ વિરપુર કાર્યપાલક ઇજનેર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.