ગોઝારો અકસ્માત:લુણાવાડા ખાતે એસ.ટી બસની અડફેટે આધેડનું મોત; પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા

લુણાવાડાના એક ગામ નજીક એક આધેડનું એસ.ટી બસ નીચે આવી જતાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બનાવના પગલે આધેડના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

લુણાવાડાની પાસે આવેલા પાનમ પુલની બાજુમાં ચોપડા ગામ નજીકમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાલોલ શામળાજી હાઇવે પર ચોપડા ગામ નજીક વડોદરાથી ડુંગરપુર જતી એસ.ટી બસની એડફેટે એક આધેડ આવી જતા ઘટનાસ્થળે જ આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ બનતા લુણાવાડા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પોહચીને આધેડના મૃતદેહને પીએમ અર્થે લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે અને બનવા અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...