ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક:આચાર સંહિતાની પૂર્વ તૈયારી તથા ચૂંટણી ખર્ચ નિરીક્ષણ અંગે મહિસાગર જિલ્લા પંચાયત ખાતે બેઠકો યોજાઈ

મહિસાગર (લુણાવાડા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ના ઉપલક્ષમાં આદર્શ આચાર સંહિતાની પૂર્વ તૈયારી તથા ચૂંટણી ખર્ચ નિરીક્ષણ અંગે અનુક્રમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.ઠાકોર તથા જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત મહીસાગર ખાતે બેઠકો યોજાઇ હતી.

આ બેઠકોમાં ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ શા માટે છે? ચૂંટણી ખર્ચ માટેની કાનૂની જોગવાઈઓ? ઉમેદવાર દીઠ તાલીમ ખર્ચ, ખર્ચ નિરીક્ષણ માટેનું માળખું તથા આચાર સંહિતાની પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી અને જરૂર પડ્યે નોડલ અધિકારી દ્વારા તમામ સહાયક નોડલોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠકમાં પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારીઓ, તાલુકા અધિકારીઓ તથા તમામ મદદનીશ નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...