મુખ્યમંત્રીના 100 દિવસ સંકલ્પ અન્વયે મહીસાગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે દિવ્યાંગતા અંગે તજજ્ઞો દ્વારા આરોગ્ય ચકાસણી કરી સર્ટિફિકેટ અને યુનિક આઇડી આપવા દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કેન્સર સોસાયટી તરફથી ઇ.એન.ટી.સર્જન માનસિક રોગ નિષ્ણાંત, ઓર્થોપેડિક સર્જન, ફીજીશીયન, સાયકોલોજીસ્ટ, ઓડિયો મીટર સહિત ઓડીયોલોજીસ્ટ ઉપસ્થિત રહી દિવ્યાંગ વ્યક્તિઓને તબીબી તપાસ સેવા પુરી પાડી હતી.
આ કેમ્પનું આયોજન થતા જિલ્લા કક્ષાએ મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓએ લાભ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને સરકારનો આ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. દિવ્યાંગતાના પ્રમાણપત્ર થકી સરકારની વિવિધ સહાય અને યોજનાઓનો લાભ મળી શકે છે. દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓની વધુ સંખ્યાના પગલે આગામી સમયમાં તાલુકા કક્ષાએ કેમ્પ આયોજિત કરવાના આયોજન અંગેની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.