મહીસાગર જિલ્લા પંચાયત મિટિંગ હોલ ખાતે તારીખ 18મી માર્ચ શનિવારના દિવસે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને આયોજિત ખાસ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 940.89૯ કરોડનું વર્ષ 2023-24નું આઠમું નાણાકીય અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ નાણાકીય અંદાજપત્રમાં જનહિતના મુદ્દાઓ અંગેની ચર્ચા કરી મંજૂર કરવામાં આવ્યા હતા, તેમજ તેના ઠરાવો પણ કરવામાં આવ્યા. આ સભામાં પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, તેમજ વિવિધ સમિતિના ચેરમેન, કારોબારી અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
યોજાયેલ બજેટ સભામાં બજેટ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારત અને ગુજરાત ખૂબ ઝડપથી વિકાસની નવી ઊંચાઈઓ સિદ્ધ કરી રહ્યું છે. ત્યારે જિલ્લામાં પણ સામાન્ય માનવીના હિતને અનુલક્ષીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ભાજપ સરકારમાં દેશ બદલાઈ રહ્યો છે રાજ્ય બદલાઈ રહ્યું છે. તેમ મહીસાગર જિલ્લો પણ વિકાસની ગતિએ બદલાતો રહે તે માટે ખૂબ જ સારું પ્રજાલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.